Description
કેરાટિન શેમ્પૂ તમારા વાળને પોષણ આપીને તેને મુલાયમ બનાવે છે. તેના કુદરતી અર્કથી બનાવેલું શુદ્ધ મિશ્રણ વાળ ખરતા અટકાવે છે અને માથાની ત્વચાનેરક્ષણઆપે છે. આ કેરાટિન શેમ્પૂ વાળને મજબુત બનાવે છે જે વાળની વૃદ્ધીમાં મદદ કરે છે જેથી વાળની શુષ્કતા દુર થાય છે અનેગુંચ થતી અટકાવે છે. આ શેમ્પૂ હળવાશથી અને અસરકારક રીતે તેને પોષણયુક્ત, વ્યવસ્થિત અને મજબૂત બનાવે છે.
એ વાળને ફરીથી મૂળમાંથી પુનર્જીવિત કરવા અને તેમાં કુદરતી મોઇશ્ચરાઇઝરનું સંતુલન જાળવી રાખવા માટે ખાસ તૈયાર કરાયેલું પ્રીમિયમ હેર-કેર સોલ્યુશન છે. તેના શુદ્ધ કુદરતી અર્કો વાળની શુષ્કતા દૂર કરી તેને ઊંડું પોષણ આપે છે, જેથી વાળ સિલ્કી, મજબૂત અને સરળતાથી વ્યવસ્થિત કરી શકાય તેવા બને છે.
ઘટકો: આર્ગન ઓઇલ, કર્નલ ઓઈલ, ઓલિવઓઈલ, નારિયેળનું તેલ, સૂર્યમુખીનું તેલ, સૂર્યમુખીનો અર્ક, હાઈડ્રોલાઈઝ્ડ કેરાટિન પ્રોટીન, હાઈડ્રોલાઈઝ્ડ સોયા પ્રોટીન, પેનાક્સ જિનસેંગ
ઉપયોગ કરવાની રીત
- વાળને સૌપ્રથમ ચોખ્ખા પાણીથી બરાબર ભીના કરી લો.
- વાળની લંબાઈ અનુસાર હથેળીમાં યોગ્ય માત્રામાં કેરાટિન શેમ્પૂ લો.
- ભીના વાળ પર લગાવીને આંગળીના ટેરવા વડે સ્કેલ્પ પર હળવા હાથે મસાજ કરો જેથી સુંદર ફીણ બને.
- મસાજ પૂર્ણ થયા બાદ, વાળને સ્વચ્છ વહેતા પાણીથી સારી રીતે ધોઈ લો.
- આ શેમ્પૂ એટલું સૌમ્ય છે કે તમારા દૈનિક હેર-કેર રૂટીનમાં તેનો રોજીંદો ઉપયોગ આસાનીથી કરી શકાય છે.
ફાયદાઓ:
- તે પ્રદૂષણ અને કેમિકલ્સથી નુકસાન પામેલા વાળની સપાટીને ફરીથી રિપેર કરી તંદુરસ્ત બનાવે છે
- આ શેમ્પૂનું વિશિષ્ટ ફોર્મ્યુલા વાળને મૂળમાંથી નરમાશથી પોષણ આપીને તેને તૂટતા અને ખરતા અટકાવે છે
- તે વાળ અને માથાની ત્વચા (સ્કેલ્પ) માં કુદરતી ભેજનું પ્રમાણ સંતુલિત રાખે છે.
- ગુંચ અને શુષ્કતાથી મુક્તિ: વાળની અણગમતી શુષ્કતા દૂર કરીને તે વાળની ગુંચ (tangiles) ને ઉકેલવામાં અને વાળને અત્યંત મુલાયમ રાખવામાં મદદ કરે છે.માથાની ત્વચાને કોઈપણ કઠોરતા વિના હળવાશથી સાફ રાખીને સ્કેલ્પનું કુદરતી રક્ષણ કરે છે.
- આ સૌમ્ય શેમ્પૂ સ્ત્રીઓ અને પુરુષો બંનેના તમામ પ્રકારના (All Hair Types) વાળની કાળજી માટે ઉત્તમ છે.

Reviews
There are no reviews yet.